ખરખોડી/ડોડી


ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે તેના વડેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષાૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે. ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યભારત અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થાય છે. તેના વેલાનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. વધારે જૂનાં મૂળ હાથના કાંડા જેવા જાડાં અને કાપવાથી છિદ્રાળુ જણાય છે. મૂળની વાસ થોડી ઉગ્ર અને સ્વાદ ફીકો તેમ જ કંઈક મીઠાશ પડતો લાગે છે. તેના વેલા ઝડપથી ઉંચે ચડી જાય છે. પાન પાતળાં, ચીમળાયેલાં, અસકથી બે ઈંચ લાંબાં, એકથી દોઢ ઈંચ પહોળાં અને અણીદાર હોય છે. પાન ઉપરની બાજુએ ચીકણાં, નીચેની બાજુએ રુવાંટીવાળાં અને સહેજ વાસવાળાં હોય છે.

આયુર્વેદિય ઔષધનું નામ છે 'જીવંતી' જીવનને માટે હિતકર એ જીવંતી. જીવનને નિરોગી રાખનાર,પ્રાણશક્તિ અર્પનાર એ જીવંતી. આ જીવંતીનું એક બીજું નામ છે 'શાકશ્રેષ્ઠા.' શાક માત્રમાં જે શ્રેષ્ઠ છે. જીવંતીના ગુજરાતી નામો છે દોડી, ડોડી, ખરખોડી વગેરે. ડોડીની વેલ વાડ પર થાય છે. જે બારે માસ લીલીછમ રહે છે. તેની ડાળો-પાન, ફૂલ, શીંગો, બધા જ મધુર હોય છે. પર્ણો તો સીધા જ તોડીને ખવાય છે જે મધુર- સ્વાદિષ્ટ હોય છે. ડોડી મધુર- મીઠી, બળ આપનાર, શીતળ, રક્તશુદ્ધિકર, પિત્તશામક, બળતરા શાંત કરનાર, લોહીવા- રક્તવા મટાડનાર છે.

કચૂરો

કચૂરો

ભારતમાં બધે થાય છે ઔષધમાં એનો કંદ વપરાય છે એના કંદમાં ઉડ્ડયનશીલ તેલ, ગુંદર, શર્કરા, સ્ટાર્ચ અને સેન્દ્રીય અમ્લ હોય છે તે કડવો તીખો અને ગરમ હોય છે.
કચુરો ભુખ લગાડનાર, અરુચી દુર કરનાર, પચવામાં હલકો, દમ, ગોળો, કફ, કૃમી, હેડકી અને હરસ મટાડે છે.
કચુરાના કંદના સુકાવેલા ટુકડા બજારમાં મળે છે તે મોંમાં રાખવાથી મોંની ચીકાશ દુર કરી ગળુ સાફ કરે છે

કચુરાનો ખાસ ઉપયોગ દમ, ખાંસી અને હેડકીમાં થાય છે

ઔષધીય વનસ્પતિ : આવળ

ઔષધીય વનસ્પતિ : આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે.
એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે.

આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે.

પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે.

આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.


આયુર્વેદિક વનસ્પતી
આયુર્વેદિક ઔષધ
Ayurved gujarati
Ayurved in gujarati
Ayurved in gujarati
Ayurved in gujarati

 
Top