બ્લુ રંગના પગવાળુ પક્ષી : બુબી


• વાદળી રંગના પગ ધરાવતું બુબી પક્ષી દરિયાઈ પક્ષી છે. તેનું નામ સ્પેનિશ ભાષા પરથી રાખવામાં આવ્યું છે. જેનો અર્થ જોકર થાય છે.
• તે અન્ય પક્ષી કરતાં તેના દેખાવને કારણે અલગ તરી આવે છે. જેથી એક વાર જોનારને તેના બ્લુ રંગના પગના કારણે યાદ રહી જાય છે.

• બુબી સુલીડ જાતીનું પક્ષી છે. જેની જુદી-જુદી દસ પ્રજાતી જોવા મળે છે.
• નર કરતા માદાં બુબી કદમાં મોટુ હોય છે. માદા બુબી ની પાંખ નર કરતાં મોટી અને કથ્થાઈ રંગની હોય છે. તે સિવાય બંનેના દેખાવમાં કોઈ ફેર પડતો નથી. 
• બુબીના માથા અને ગરદનનો ભાગ આછા કથ્થાઈ રંગના પીંછાથી ઢંકાયેલા હોય છે. તેની આંખનો રંગ પીળો હોય છે. જ્યારે તેના પેટના ભાગ પર સફેદ પીંછા હોય છે. તેની ચાંચ પ્રમાણમાં લાંબી અને આગળના ભાગે અણીદાર હોય છે. જેપે કારણે તે સરળતાથી પાણીમાં શિકાર કરી શકે છે.
• બુબી પેસિફિક ઓશન , સાઉથ અમેરિકા અને પેરુના પર્વતીય પ્રદેશો અને દરિયાકિનારાના વાસ્તાર માં વસવાટ કરતું પક્ષી છે.
• બુબી પક્ષી સમુહમાં રહેવાનું પસંદ કરે છે.
• તેનો મુખ્ય ખોરાક માછલી છે. માછલીનો શિકાર પણ તે સમુહમાં કરવાનું પસંદ કરે છે. ભાગ્યેજ તે ખોરાકની શોધમાં નીકળે છે. તે પાણી માં ખુબ સારી રીતે તરી શકે છે.
• બુબીનું કદ અંદાજે 81 સેન્ટિમીટરનું હોય છે. તેમજ તે 1.5 થી 2 kg જેટલું વજન ધરાવે છે.
• નર બુબી કરતા માદા બુબીના પગનો રંગ વધુ ઘેરો હોય છે. 
• બુબી ઉંઘમાં સીટી વગાડે છે. તેમજ તે સારી રીતે ડાન્સ પણ કરી શકે છે.

• બુબી એકસાથે બે કે ત્રણ ઇંડા મુકે છે. જેને વારાફરતી નર અને માદા સેવે છે.
• બુબીનું સરેરાશ પંદરથી વીસ વર્ષનું આયુષ્ય હોય છે.

 
Top