અદભુત પક્ષી : અમ્બ્રેલા બર્ડ
માથા પર છત્રી જેવા પીંછાવાળુ પક્ષી : અમ્બ્રેલા બર્ડ

આકર્ષણનુ કારણ : માથા પર છત્રી


• અમ્બ્રેલા બર્ડ તેના નવીન પ્રકારનાં પીંછાને કારણે  જાણીતું પક્ષી છે. આ પક્ષી સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાં જોવા મળે છે.
•અમ્બ્રેલા બર્ડના શરીર પર કાળા રંગના જ પીંછા હોય છે. એકદમ ચળકતા કાળા રંગનાં પીંછા ધરાવતા આ પક્ષીનું કદ 14 થી 20 ઈંચનું હોય છે. તેના માથા પર નાનાં મોટાં પીંછાની કલગી આવેલી હોય છે. જેને તે પેરાશૂટનીની માફક છત્રી પણ બનાવી શકે છે. તેની આ વિવિધતાના કારણે તેનું નામ અમ્બ્રેલા બર્ડ રાખવામાં આવ્યું છે.

•અમ્બ્રેલા બર્ડની ગરદનથી નીચેના ભાગ પર પીંછાનું ઝૂમખું આવેલું હોય છે. બીજા બધા જ પક્ષી કરતા આ પક્ષીનો દેખાવ તેના આ દાઢીની નીચેના પીંછાના ઝૂમખાને કારણે અલગ તરી આવે છે.
•અમ્બ્રેલા બર્ડ આહારમાં ફળો, નાના મોટા જીવજંતુંઓ અને ઘણી વાર તે ગરોળી જેવાં જીવડાંને પણ આરોગી જાય છે.
 
Top