વૈજ્ઞાનિકોએ શોધ્યો બહુરુપી તથા અનેક ભુમિકા ભજવતો કાગળ
     વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારનો કાગળ વિકસાવ્યા હોવાનો દાવો કર્યો છે, જે 700 ડિગ્રી સેન્ટિગ્રેડ જેવા ઉષ્ણતામાન સામે પણ ટકી શકે છે. આ કાગળ તદન પાતળા વાયરમાંથી બનાવવામાં આવ્યો છે અને બેક્ટેરિયા વિરુદ્ધપ્રતિકાર ક્ષમતા ધરાવે છે. ઉપરાંત આ કાગળ ઉપર વારંવાર લખી શકાય છે.

   ફાયેટ્ટીવિલેની આર્કાન્સાસ વિદ્યાપીઠના વૈજ્ઞાનિકોએ આ કાગળ વિકસાવ્યો છે. જેનો બહુવિધ ઉપયોગ થઈ શકે છે. આ કાગળનો ઉપયોગ બેક્ટેરિયા ફિલ્ટરના ઉપયોગ વડે આગવિરોધી પ્રતિકારક્ષમતા ધરાવતા વોલપેપરના ઉત્પાદન માટે થઈ શકે છે. વૈજ્ઞાનિકોનો આ કાગળ બહુરુપી લાગે છે.  તે એક સાથે અનેક ભૂમિકા ભજવી શકે છે. ધોરીમાર્ગો ઉપર જાહેરખબર માટે જે હોર્ડિંગ લગાડ્યા હોય તેનું સખત તાપ અને ઉષ્ણતામાન સામે રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
    
    મોટાભાગના કાગળ સેલ્યુલોઝ ફાઇબરમાંથી બને છે. જ્યારે આ કાગળનું ઉત્પાદન ટિટેનિયમડાયોક્સાઇડના પાતળા વાયરમાંથી કરવામાં આવે છે. કાગળના ઉત્પાદનમાં વપરાતો માલ નોનટોક્સિસ અને સસ્તો છે. અને ઉત્પાદનની પ્રક્રિયા સરળ છે. નોન-વાયર કે પાતળા વાયર બનાવવા માટે પ્રથમ 150 થી 250 ડિગ્રીના ઉષ્ણતામાને ગરમ કરવામાં આવે છે. આલ્કલીનું બાષ્પીભવન થયા બાદ બાકી સફેદ ફાઇબર રહે છે. નોન-વાયરને ડિસ્ટીલ્ડ પાણીમાં ધોવામાં આવે છે. ભીના પલ્પ કે માવાને આકાર આપવમાં આવે છે. અને કાગળ સુકાયા બાદ તેને યોગ્ય રીતે કાપવામાં આવે છે.
 
Top