માણેક અને નિલમ જેવા રત્નોનાં આકર્ષણ નું કારણ
     જમીનમાંથી ખનિજ સહિત ઘણા બધા કિંમતી રત્નો પણ મળી આવે છે. જેમકે હીરા જેવા પદાર્થો તથા કેટલાક આકર્ષક ચળકતા પદાર્થો જેને રત્નો તરીકે ઓળખવામાં આવે છે. હીરો સૌથી તેજસ્વી અને કિંમતી છે. જમીનમાંથી મળી આવતાં રત્નોમાં માણેક તેજસ્વી લાલ રંગનો હોય છે. નીલમ તેજસ્વી  નીલા રંગનો હોય છે. અને પન્ના લીલા રંગનો હોય છે.
માણેક
હીરો
 પન્ના
   આ રત્નો ક્યારેય પણ ઝાંખા પડતા નથી. આ બધા જ રત્નો તથા હીરો પૃથ્વીના પેટાળમા જ નિર્માણ પામે છે. હીરો એ કાર્બનનું શુદ્ધ સ્વરુપ છે. તેને કોઇ રંગ હોતો નથી. માણેક અને નિલમ કોરન્ડમ ના બનેલા હોય છે.પન્નાનું મુળ દ્રવ્ય બેરિલ છે. આ રત્નોમાં ક્રોમિયમ ભળેલું હોવાથી તેઓ તેજસ્વી દેખાય છે. ઉપરાંત તેમાં આયર્ન , ટાઇટેનિયમ , કોપર , મેગ્નેશિયમ તથા અન્ય તત્વોની અશુદ્ધીઓ આવેલી હોય છે. હીરા પણ ક્યારેક અશુદ્ધીના કારણે પીળાશ પડતા જોવા મળે છે.

   રત્નો સ્ફટીક સ્વરુપના ખનીજ છે. સ્ફટિક સ્વરુપ મા પદાર્થના અણુઓ નિયમિત ભૌતિક આકારમાં ગોફવાયેલા હોય છે. એટલેજ તેના ટુકડા ષટ્કોણ ,ત્રિકોણ જેવા નિયમિત આકારના જોવા મળે છે. હીરામાં કાર્બનના એક અણુ નીચે ચાર અણુઓ ગોઠવાઇને પિરામિડ આકાર બનાવે છે. આ બધા પિરામીડ જોડાઇને હીરો બને છે. રત્નોની સ્ફટિકમય ગોઠવણીથી સૂર્યપ્રકાશ અન્ય રંગો સંપૂર્ણપણે શોષાઇ જાય છે. અને તેનો મૂળ રંગ વધુ તેજસ્વી દેખાય છે.

   આવા રત્નોનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે. જેમાં હીરો એ કિંમતી ઝવેરાત બનાવવામાં તથા કિંમતી સુશોભનની વસ્તુઓ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા કેટલાક રત્નોની ઉપયોગ ખાસ પ્રકારના પ્રિઝમ બનાવવામાં વપરાય છે. 

   તથા કેટલાક રત્નો નો ઉપયોગ પોલેરાઇઝર તરીકે થાય છે. જેમકે નિકોલ પ્રિઝમ જે અધ્રુવિભુત પ્રકાશને ધ્રુવિભુત પ્રકાશમાં રુપાંતર કરે છે. કેટલાક રત્નોનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્રમાં થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોને અનુરુપ રત્નો હોય છે. આવા રત્નોને વીંટી સ્વરુપે અથવા નેકલેશ સ્વરુપે પહેરવામાં આવે છે.
આવા રત્નો આપણા શરીરની વિવિધ રચનાઓ પર અસર પહોંચાડે છે.

વિવિધ પ્રકરાના રત્નોના ઉપયોગો
સંકલિત
ઉપરની માહિતી PDF માં ડાઉનલોડ કરો
Download | view
 
Top