ચિકનગુનિયા

ચિકનગુનિયા સામે સાવચેતીના પગલા
સારવારના પગલા
● આ તાવની સારવાર માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ નથી. તાવ ઉતારવા માટે પેરાસીટામોલ લઇ શકાય,પરંતુ એસ્પીરીન કે બ્રુફેન ન જ લેવી.
● તાવ વધુ આવે અને પરિસ્થિતી ગંભીર જણાય તો ડૉક્ટરની બલા લો.
●તાવના ચોક્કસ નિદાન માટે લોહીની તપાસ કરાવો.

સાવચેતીનાં પગલાં
● ચિકનગુનિયા રોગ ફેલાવતા એડિસ મચ્છરો દિવસે કરડતા હોવાથી પુરેપુરુ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઇએ.
● દિવસે આરામ વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ નાના મોટા સૌએ કરવો જોઇએ.
● એડિસ મચ્છરો ઘરની અંદર અને ઘરની આસપાસ પાણી સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉછરે છે.
● પાણી ભરેલા એવા પાત્રોને મચ્છર પ્રવેશે નહીં તે રીતે ઢાંકીને રાખો.
● અઠવાડિક એકવાર ટાંકા, ટાંકી,કુલર, ફ્રિજની ટ્રે, ફુલદાનીનુ પાણી, ખાલી કરી અંતરની સપાટી સાફ કરો સુકવી દો.

આટલું અવશ્ય કરીએ.
● પાણી આપણા ઘરની આસપાસ પડી રહેતું હોય તે સાફ કરી દુર કરવું.
● પાણીની ટાંકી તથા સંગ્રહ કરવાના વાસણો જેવા કે કેરબા, માટલા, ડોલ, જેવી જગ્યાએ આ મચ્છરો ઉત્પન્ન થાય છે, જેથી એવા પાણી સંગ્રહવાના સાધનો ખુલ્લાં ન રાખી ઢાંકણું ઢાંકણું અથવા કપડું બાંધવું.
● સંગ્રહેલા પામીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોતાનો નાશ કરવો, અને વાસ મને ખૂબ ઘસી સાફ કરો, જેથી વાસણમાંના ઇંડાઓનો નાશ થાય.
● મોટા પાણીના હોજ, ટાંકા હોય તેમાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવી તેમાં નાખો.

ચિકનગુનિયાના લક્ષણો:
● તાવ આવવો.
● સાંધાનો સખત દુખાવો.
● સાંધાઓમાં સોજા આવવા.
● કોઇ વાર ઉબકા , વા, ઊલટી.
● પેટનો દુકાનો કે શરીર પર ચકામા દેખાય.
 
Top