બેરિલિયમ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયણિક સંજ્ઞા Be છે અને અણુ ક્રમાંક ૪ છે. આ એક દ્વી બંધ ધરાવતું તત્વ છે જે પ્રકૃતિમાં અન્ય તત્વો સાથે સંયોજન સ્વરૂપે જ ખનિજ માં મળી આવે છે. અમુખ ખાસ રત્નો બેરિલિયમ ધરાવે છે જેમ કે બેરિલ, પીરોજ,

નીલમ, અને ક્રાયસોબેરીલ. શુદ્ધ ધાતુ એક્ પોલાદી-
રાખોડી રંગની , મજબૂત, હલકું અને બરડ આલ્ક્લાઇન
પાર્થિવ ધાતુ તત્વ છે.
બેરિલિયમ મૂળતઃ મિશ્ર ધાતુઓમાં સખતાઈનો ગુણ
ઉમેરવા માટે વપરાય છે. તેમં બેરિલિયમ-તાંબુ સૌથી
વધુ નોંધનીય છે. આ ધાતુની વળાંક રોધન ઉષ્ણતા
સામે સ્થિરતા , ઉષ્મા વાહકતા અને ઓછી ઘનતા
(પાણીથી ૧.૮૫ ગણી) આદિને કારણે આ ધાતુ નો
ઉપયોગ વિમાન, ક્ષેપકાસ્ત્રો (મિસાઈલ), અવકાશ
યાન, ઉપગ્રહો આદિ ના ભાગો બનાવવા માટે થાય
છે. ઓછી ઘનતા અને અણુ દળ ધરાવતા હોવાને કારણે
બેરિલિયમ મહદ અંશે ક્ષ-કિરણો અને અન્ય પ્રકરના
આયોનાઈઝિંગ વિકિરણ પ્રત્યે પારદર્શક હોય છે. આ
કારણે ક્ષ કિરણો માટે અને અન્ય ભૌતિક પ્રયોગો
માટે આ એક સૌથી સામાન્ય વિંડો મટેરિયલ (બારી
કે જેમાંથી ક્ષ કિરણો બહાર આવે ) હોય છે. ઉષ્ણતાનો
આદર્શ વાક હોવને કારણે બેરિલિયમનો અને
બેરિલિયમ ઓક્સાઈડનો ઉપયોગ ઉષ્ણતા વહન અને
હીટ સીંકીંગ જેવી પ્રક્રિયાઓ માટે થાય છે.
બેરિલિયમ ધરાવતા રજકણ શ્વાસમાં લેતાં તે ઝેરી
હોય છે આથી બેરિલિયમ નો વાણિજ્યિક ઉપયોગ
ખૂબ મર્યાદિત હોય છે.બેરિલિયમ જૈવિક કોષોનું
ખવાણ કરે છે. અને તે બેરિલિયોસિસ નામની એલર્જી
ઉત્પન્ન કરે છે. આનું તત્વનું તારાઓમાં સમન્વય નથી
થતું આને કારણે આ તત્વ પૃથ્વે પર અને વિશ્વમાં ખૂબ
અલ્પ પ્રમાણમાં મળી આવે છે આ તત્વ જીવો માટે
આવશ્યક તો નહીં પણ ઉપયોગિ તત્વ છે.
 
Top