લિથિયમ એ એક નરમ, ચળકતી-સફેદ ધાતુ છે હે
રાસાયણીક તત્વોના આલ્કલી ધાતુઓની શ્રેણીમાં
આવે છે. આની રાસાયણિક સંજ્ઞા Li, અને તેનો અણુ
ક્રમાંક 3 છે. સામાન્ય દબાણ અને તાપમાને આ
વિશ્વનો સૌથી હલકો અને સૌથી ઓછું ઘનત્વ

ધરાવતો ઘન પદાર્થ છે. દરેક આલ્કલી ધાતુ તત્વની
જેમ આ ધાતુ પણ અત્યંત ક્રિયાશીલ અને જ્વલનકારક
છે. આ કારણોને લીધે આને પ્રાયઃ ખનિજ તેલમાં
રાખવામાં આવે છે. આ ધાતુને જ્યારે કાપવામાં આવે
છે ત્યારે તે ધાતુમળ ચળકાટ ધરાવે છે પણ ભેજ વાળી
હવાની અસર તેનાપર થતાં તે પહેલા ચળકતો
રાખોડી રંગ પછી કાળો અને ઝાંખો બનતો જાય છે.
લિથિયમની અત્યંત રાસાયણિક સક્રિયતાને કારણે
તે પ્રકૃતિમાં શુધ સ્વરૂપે મળતું નથી. તે પ્રાયઃ
રાસાયણિક આયનિક સંયોજન સ્વરૂપે મળે છે કે આયનિક
બંધ વડે જોડાયેલા હોય છે. ઘણાં પેગ્મેટાઈટ ખનિજમાં
લિથિયમ મળી આવે છે પણ આયન સ્વરૂપે દ્વાવ્ય
હોવાથી તેને બ્રાઈન માંથી અને ક્લે (ચીકણી માટી)
માંથી મેળવવામાં આવે છે. મોટા પાયે ઉત્પાદન
કરવા માટે લિથિયમને લિથિમ ક્લોરાઈડ અને
પોટેશિયમ ક્લોરાઈડના મિશ્રણના વિદ્યુત
પૃથ્થકરણ દ્વારા મેળવવામાં આવે છે.
લિથિયમનું કેન્દ્ર અસ્થિરતાની સીમા પર હોય છે,
કેમકે સર્વ સ્થિર કેંદ્ર ધરાવતા તત્વોમાં લિથિયમના
બે સ્થિર આઈસોટોપ (વિવિધરૂપ) સૌથી ઓછું આકર્ષણ
બળ ધરાવે છે. આવી આણ્વીક અસ્થિરતાને કારણે
લિથિયમ ઓછો અણુભાર ધરાવતો હોવા છતાં ખૂબન
અલ્પ પ્રમાણમાં મળે છે.આ બધાને કારણે આણ્વિક
ભૌતિક શાસ્ત્રના અભ્યાસમાં લિથિયમ ખુબ મહત્વનું
છે. ૧૯૩૦માં સૌ પ્રથમ વખત લિથિયમના અણુનું
હિલિયમમા આણ્વિક પરિવર્તન કરાયું હતું. તે મનવ
ઇતિહાસનો સૌ પ્રથમ અણુ પ્રક્રિયા હતી. લિથિયમ
ડ્યુટેરાઈડ નામનો પદાર્થ ટપ્પાવાર ઉષ્ણ આણ્વિક
શસ્ત્ર માં અણુ ઈંધણ તરીકે વપરાય છે.
લિથિયમ અને તેના સંયોજનોના અમુક ઔદ્યોગિક
ઉપયોગ પણ છે જેમકે ઉસ્ણતા રોધી કાંચ અને માટી
કામ, વિમાન આદિ માં વપરાતી અત્યંત મજબૂત અને
હળવી મિશ્ર ધાતુઓ, લિથિયમ બેટરી અને લિથિયમ
આયન બેટરી વગેરે. આ ઉત્પાદનો અડધાથી વધુ
લિથિયમનું ઉત્પાદન વાપરી લે છે.
લિથિયમનું હલકા અંશ જીવાણુઓમાં પણ મળી આવે છે.
આ તત્વનું કોઈ ખાસ જૈવિક મહત્ત્વ નથી, કેમકે તેની
ઉપસ્થિતી વિના પણ પ્રાણીઓ અને વનસ્પતિ
સારી રીતે વિકસે છે. જોકે તેના ઓછા ઉપયોગિ
ગુણધર્મો પણ વિસારી ન શકાય છે. લિથિયમના
ક્ષાર સ્વરૂપે આપવામાં આવતું લિથિયમ આયન Li+
ચેતા તંત્ર પર અસર કરી મનના તરંગઓને સ્થિર કરતા
હોવાનું જણાયું છે.
 
Top